ભણતર
ભણતર
ભણ્યા બહુ જિંદગીભર વેદ,
અજાણ રહ્યા જીવનના ભેદ.
ગોખી નાખ્યા સો અધ્યાય,
ન આવડ્યા ન્યાય અન્યાય.
શીખવ્યા જટિલ ભાગાકાર,
નિરાકારના ભાગ્યા આકાર.
વિચાર કર્યા ગહન ભૂગોળ,
બેસી બની ફાંદ મોટી ગોળ.
ના પહોંચી નજર પગ તળે,
વેરાયેલા મોતી વીણ્યાં મળે.
ભોજન ગણતરી બાકી રહી,
જિંદગી શય્યામાં ગઈ વહી.
મને માન્યું તારશે ભણતર,
ખબર નહીં કામનું ગણતર.
ભણ્યા બહુ જિંદગીભર વેદ,
સંબંધમાં પડ્યા ઠેરઠેર છેદ.