STORYMIRROR

Himanshu Chavda

Children Inspirational

3  

Himanshu Chavda

Children Inspirational

ભેરુ !

ભેરુ !

1 min
13.3K


થોડા ખાટા થોડા મોળા બની જઈએ,

ચાલને ભેરુ! નાના છોરાં બની જઈએ,


બારખડી બોલીએ ને એકડા ઘૂટીએ,

ગોખેલા જોડકણાં જેમતેમ બોલીએ,


સ્લેટ જેવા સાવ કોરા બની જઈએ,

ચાલને ભેરું! નાના છોરા બની જઈએ,


ધૂળમાં પડીએ,બાથમબાથી લડીએ,

તો પણ બધું ભૂલી દરરોજ મળીએ,


ગાંઠે બંધાયેલા દોરા બની જઈએ,

ચાલને ભેરુ! નાના છોરા બની જઈએ.



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Himanshu Chavda

Similar gujarati poem from Children