વગર.
વગર.
1 min
27K
નગરમાં ભટકું છું ઘર વગર,
જન્મારો ગુજારૂં ફિકર વગર.
ભુત-ભાવી કહિં શકું આપનું,
કર વગર ને જન્માક્ષર વગર.
ડૂબે મરજીવો એક આશાથી,
રત્નો ક્યાં મળે સાગર વગર.
નિયમ જેવું કંઇ પણ નથી,
અહિં સૌ રહે છે ડર વગર.
ખબરદાર 'હિમરાજ' થઇ જા,
ઘણાં છે ખુની ખંજર વગર.
