STORYMIRROR

Himanshu Chavda

Others

3  

Himanshu Chavda

Others

સરગમ

સરગમ

1 min
14.5K


મુજમાં નહીં છતાંય મુંજમાં રહ્યો છે,
આમ તો તું જ મારી  આરપાર છે.

તારી જ ઇચ્છાથી ચાલે છે જગત આખું,
તું ધારે ત્યાં સાંજને ધારે ત્યાં સવાર છે.

દિલમાં નિત નવા ભાવો પેદા કરે તું,
કોઈ વચ્ચે નફરત, કોઈ વચ્ચે પ્યાર છે.

નદીઓનાં આ ઝરણાં તારી બનાવેલી સરગમ,
કોયલનું મીઠું ગીત મોરનો ટહુકાર છે.

જુદી જુદી જગ્યા, જુદા જુદા નામ તારા,
ક્યાંક કહે ઈશ્ર્વર, તો ક્યાંક પરવરદિગાર છે.


Rate this content
Log in