ભેરુ મારો ભોળો
ભેરુ મારો ભોળો
સમજશક્તિ અને સહનશક્તિ બંનેનું મિશ્રણ,
પ્રેમ,સ્નેહ અને નિઃસ્વાર્થ સાથનું સમીકરણ,
કૃષ્ણ-સુદામાની જેમ મન-આંખોથી જોડાણ,
જગ સામે પ્રેરણાનું પ્રતીક,
શબ્દોથી મન જીતે એ તો બીજા,
સુકર્મથી સાંભરે એ મારો ભેરુ,
સાહેબ,
દુનિયા ચાલે છે તો સત્ય, અહિંસા ને સત-કર્મથી,
પ્રેમ-ભાવને પરિવર્તનથી,
કળિયુગમાં દરેક સુદામાને એક એક કૃષ્ણ જેવા મિત્રની જરૂર કેમ ના હોય?
અર્જુન જેવા સાચા સારથિની ગરજ કોને ના સાલે?
