ભાવનાનું શું ?
ભાવનાનું શું ?


તમે તો રમત રમી લીધી પણ મારી ભાવનાનું શું ?
મને ઢીંગલી ધારી લીધી પણ મારી ભાવનાનું શું ?
આદરી હતી રમત તમે ધબકતા એક ઉર સાથે,
આશાને પૂરી કરી લીધી પણ મારી ભાવનાનું શું ?
જડ જેવા જડ પણ શરમાય તમને માણસ કહેતાં,
મધુવેણથી છેતરી લીધી પણ મારી ભાવનાનું શું ?
કોઈનાં અરમાનો કચડવામાં બહાદુરી સમજો છોને ?
ખોટી ખાતરી દીધી લીધી પણ મારી ભાવનાનું શું ?
આંખથી અંતર ખળભળાવી કિનારો કરી લીધો પછી
મઝધારે મુજને મૂકી દીધી પણ મારી ભાવનાનું શું ?
નહિ માફ કરે કિરતાર આવા તકસાધુઓને કદી પણ
ઉરઅગન આંખે ભરી લીધી પણ મારી ભાવનાનું શું ?