ભાતું
ભાતું
તને મેં નિહાળી કેવી ભાતું લઈને આવતી,
મંદમંદ મરકતી જાણે વગડાને શોભાવતી.
ગાલ ગુલાબી તારા ખંજને આભૂષણ ધરે,
રવિતાપે થૈ લાલને ધીમાં ધીમાં ડગ ભરતી.
ઉબડખાબડ રસ્તામાં જાણે નર્તન કરતી,
રણકતી ઝાંઝરી તારી "પિયુ પિયુ" પોકારતી.
શરમશેરડા ગાલે નિહાળી કહ્યાગરા કંથને,
યૌવનરુપ દેખી તારુંને ધરતી આવકારતી.
છોડી ભાતું એકમેકને કોળિયા દીધાનું યાદ,
ને પછી સાથે જમતાં ઘંટડી સમી રણકતી.

