STORYMIRROR

Dr. Ranjan Joshi

Inspirational

3  

Dr. Ranjan Joshi

Inspirational

ભારતનો ઈતિહાસ

ભારતનો ઈતિહાસ

1 min
764

દેશ કાજ બલિદાન અર્પતા,

દેશસેવકોની આ કબર છે,

બાળ-બાળના મુખે ગવાતો,

ભારતનો ઈતિહાસ અમર છે.


રામ - કૃષ્ણની યશગાથાઓ,

હર નર - નારીના મુખ પર છે,

બાળ-બાળના મુખે ગવાતો,

ભારતનો ઈતિહાસ અમર છે.


સૂર, નરસિંહ ને મીરાં કેરી,

ભક્તિ પર સૌ ન્યોછાવર છે,

બાળ-બાળના મુખે ગવાતો,

ભારતનો ઈતિહાસ અમર છે.


ગાંધી, ભગતને સરદાર જેવા,

સપૂતોથી આઝાદ નગર છે,

બાળ-બાળના મુખે ગવાતો,

ભારતનો ઈતિહાસ અમર છે.


વેદોના વિજ્ઞાન અને ખગોળ,

- ભૂગોળથી જન સૌ સભર છે,

બાળ-બાળના મુખે ગવાતો,

ભારતનો ઈતિહાસ અમર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational