ભારતના નાગરિકો જાગો
ભારતના નાગરિકો જાગો
ભારતના નાગરિકો જાગો
પ્રદૂષણને ભગાડો,
ભારતનાં ઘડવૈયા જાગો
આ દુષણને હટાવો,
પાણી બગડી રહ્યું છે પાણીનું પ્રદૂષણ વધી રહ્યું છે
કાદવ કીચડ વધી રહ્યું બીમારીઓ સજી રહી છે
પાણીને બચાવો ને કમળો કોલેરાને ભગાડો,
જમીન ખોદાઈ રહી છે ને જમીનનું પ્રદૂષણ વધી રહ્યું છે
ઉકરડા ગટરો વધી રહી છે રોગો રાજી થઈ રહ્યા છે
જમીનને સાચવો ક્ષય હાડકાના રોગોને ભગાડો,
ભયાનક સંગીતો વાગી રહ્યા છે અવાજનું પ્રદુષણ વધી રહ્યું છે,
સંગીતો અને ઘોંઘાટ વધી રહ્યો છે અવાજનું પ્રદૂષણ આગળ વધી રહ્યું છે,
ઝેરી વાયુ વધી રહ્યા છે હવા નું પ્રદુષણ વધી રહ્યું છે
ઝેરી ધુમાડો વાતાવરણમાં ભળી રહ્યા છે ઝેરી વાયુ વધી રહ્યા છે,
વૃક્ષોને વાવો હવા શુદ્ધ કરોને દમ હાફણને ઘટાડીએ.
