Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilam Jadav

Inspirational

3  

Nilam Jadav

Inspirational

ભારત મોરી માત રે

ભારત મોરી માત રે

1 min
244


ભારત મોરી માત રે,

અમે છીએ તારા સંતાન રે !


તારો અનોખો ઇતિહાસ રે,

તારી અનોખી ભૂમિ રે !


તારા શિરે હિમાલય શોભતો રે,

તારા ખોળે ગંગાનો વાસ રે !


નાત જાતનો અહીં ભેદ નથી રે,

સર્વ ધર્મ રહે અહીં હળી-મળી રે !


અમૂલ્ય તારી ધરતી રે,

અહીં જન્મ્યા ગાંધી-સરદાર રે !


થયા સંતો વાલ્મીકિ વ્યાસ રે,

જેણે રચી વેદ ગીતા રે !


રામ કૃષ્ણ ને બુદ્ધની આ ભૂમિ રે,

સાથે થયા શિવાજી સમા મહાવીર રે !


પ્રાર્થના કરે છે તારા સંતાન રે,

કરજો અમારું રક્ષણ રે !


ભારત મોરી માત રે,

અમે છીએ તારા સંતાન રે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational