STORYMIRROR

Harshida Dipak

Tragedy Inspirational

3  

Harshida Dipak

Tragedy Inspirational

ભાઈ માણસ છે

ભાઈ માણસ છે

1 min
26.4K

બે ધારી તલવાર માથે 

 ડગ ડગ થાતો ને અથડાતો 

પળમાં એ પીટાતો ...

માણસ છે .. ભાઈ માણસ છે ... ભાઈ માણસ છે ....

જીવતા જીવે નાટક કરતો, ખાતો થોડું ઘણું ઓકતો 

રંગ - રુપના ઢગલા માથે 

 ખીલતો જાતો ને કરમાતો ...

માણસ છે .. ભાઈ માણસ છે ... ભાઈ માણસ છે ....

સીટી વાગી ગાડી આવી, જાત - પાત વચ્ચે ન આવી 

પીડા સાથે કરે યાચના 

  પોતે બોલીને પથરાતો ...

માણસ છે .. ભાઈ માણસ છે ... ભાઈ માણસ છે ....

જગમાં જેનો ડંકો વાગે, હું સાચો પડઘામાં ગાજે 

ઢમ ઢમ કરતો ઢોલ બજાવે 

   પોલાણો આંખે ન ધરતો ...

માણસ છે .. ભાઈ માણસ છે ... ભાઈ માણસ છે ....

ઘરના લોકો સઘળા ખોટા, બીજાને કરતો એ મોટા 

થાકે ત્યારે ઘરમાં આવી 

  મીઠું બોલીને મલકાતો ...

માણસ છે .. ભાઈ માણસ છે ... ભાઈ માણસ છે ....

અંત સમે તે હાથ પ્રસારે, મંદિર મસ્જિદ ને ગુરુદ્વારે 

સઘળી ભૂલો માફ કરી દે 

  સ્વર્ગ સ્થાનની ઈચ્છા કરતો ...

માણસ છે .. ભાઈ માણસ છે ... ભાઈ માણસ છે .... 

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy