ભાઈ, કોનો વાંક
ભાઈ, કોનો વાંક
એક આધેડ વયનો માણસ ઉતાવળમાં 'નાસ્તા' ઘરમાં પ્રવેશ્યો,
પૈસા ચૂકવીને, તેણે તેના ડાબા હાથમાં રસીદની પ્રિન્ટની નકલ લીધી,
તે ચમકતા સ્ટીલના ટેબલ પાસે ઊભો રહ્યો,
તેની નાની બેગ, મોબાઈલ, એક પેકેટ રાખ્યું,
તેના બંને હાથ તેના ટ્રાઉઝરના ખિસ્સામાં પહોંચી ગયા,
તે બેબાકળાપણે કંઈક શોધવાનું શરૂ કરતા થયા,
ફરી પાછા કાઉન્ટર તરફ જવાનું શરૂ કર્યું,
અડધા રસ્તે તેને ચાવીઓનો નાનો ગુચ્છ મળ્યો,
જમણા હાથમાં એ જ ચાવીઓનો ગુચ્છ લઈને, ખીજાઈને ટેબલ ઉપર ઘા કર્યો,
જાણે એ નાનકડો ચાવીઓના ગુચ્છનો જ વાંક હતો,
કે સમયસર તેને તે મળ્યો ન'તો,
ખબર હતી, તે પોતાની ભૂલ ચોક્કસ,
પણ એ તો નિર્જીવ ચાવીઓ, નથી માણસ.
