પાટા પર રેલગાડી
પાટા પર રેલગાડી
રેલગાડી અચાનક બંધ થઈ ગઈ, વળી શું થયું ?
આ તો ત્રાસ છે, ફરી એકવાર કેમ અટક્યું ?
ન આગળ સ્ટેશન છે, 'ને પાછળ, કશું દેખાતું નથી,
જો તો, શું થયું? આ આફતને, અહીં જ અટકવાની હતી ?
પરસેવામાં તરબોળ, નાના બાળકની નથી સારી તબિયત,
ગરમીના કારણે, તેની માતાની પણ ખરાબ છે હાલત.
જુવો તે ટાલ માથાવાળો માણસ, ગંદી ગંજી પહેરેલો,
કોથળા પર બેસીને, તે બીડીને મોજ થી કડક કરી રહેલો.
મે મહિનાની ગરમી, અને છે ઉપરથી ધુમાડો,
નાનકડા જીવનો, શ્વાસ રૂંધાઈ રહ્યો હતો.
કોણ દખલ કરશે, કાં તો તેને આપશે સલાહ,
વીરપ્પન જેવી, ટાલિયાનો, મૂછો નથ જોયું , કાં ?
બાળકના પિતા, ખેડૂત, દુબળો અને પાતળો,
બાંકડાના ખૂણા પર, બિચારા, આડો પડીને બેઠો.
ઘૂંઘટની અંદરથી, પત્ની ની અવાજ આવ્યો,
"થોડીક વાર, આને બહાર ફરવા તો લઇ જાઓ."
કેટલીક સવારી, ત્યારે નીચે ઉતરી ગયો,
તેઓ ખુલ્લી હવામાં ચાલવા લાગ્યો.
આજુબાજુ ઉજ્જડ, ખેતરની નથી કોઠાર,
નથી ચા'ની હોટેલ, નથી કોઈ નજીકમાં ઘર .
આગળ કદાચ પાટિયાં હતું એક,
દૂર કેબિન દેખાતી હતી એક.
ત્યારે જ કોઈ એક સમાચાર લાવ્યું,
આગળ એક માલગાડી, પાટા પરથી ઉતરી ગયું.
આ કોઈ નવી વાત તો હોતી નથી;
ઘણી વાર 'આજ-તક' માં આવતી નથી ?
દરેક રેલવે મંત્રી 'શાસ્ત્રીજી' તો હોતા નથી,
રાજીનામું પાછું લેવાની, મનાઈ તો હોતા નથી,
બાળકો રડતા હતા, 'ને વૃદ્ધ લોકો સૂતા હતા;
અન્ય લોકો ? રેલ્વેતંત્રને ગાળો ભાંડી રહ્યા હતા.
*****
