STORYMIRROR

Masum Modasvi

Inspirational

3  

Masum Modasvi

Inspirational

બેઠા

બેઠા

1 min
14.1K


લાગણીને તારવા બેઠા,

જાત જાણે હારવા બેઠા.

આપણે તો એકલા પંથે,

યારને સત્કારવા બેઠા.

બેઘડીની મોજની ખાતર,

રુપ ને શણગારવા બેઠા.

આંખ કેરો સામનો કરતાં, 

ભાવનાઓ ઠારવા બેઠા.

લો.બધી છોડી મમત 'માસૂમ',

ઝંખના ને ધારવા બેઠા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational