બે બાજુની જીંદગી
બે બાજુની જીંદગી
આ બે બાજુની જિંદગીને જીવી લઈએ
આ સુખ દુઃખની મુલાકાત લઈ લઈએ
આ બે બાજુની જીંદગી જીવી લઈએ
આ પ્રેમ તિરસ્કારની મુલાકાત લઈ લઈએ
આ બે બાજુની જીંદગી જીવી લઈએ
આ હિંમત અને હતાશાની મુલાકાત લઈ લઈએ
આ બે બાજુની જિંદગી જીવી લઈએ
આ લાગણી અને લાલચની મુલાકાત લઈ લઈએ
આ બે બાજુની જીંદગી જીવી લઈએ
આ મહેનત અને મોહની મુલાકાત લઈ લઈએ
આ બે બાજુ ની જીંદગી જીવી લઈએ
આ કઠોર અને કોમળની મુલાકાત લઈ લઈએ
આ બે બાજુની જીંદગી જીવી લઈએ
આ સંસ્કાર અને સ્વભાવની મુલાકાત લઈ લઈએ
આ બે બાજુની જીંદગી જીવી લઈએ
આ સારા અને સાચાની મુલાકાત લઈ લઈએ