STORYMIRROR

Bharat Thacker

Classics Inspirational

4  

Bharat Thacker

Classics Inspirational

બદલાતો સમય

બદલાતો સમય

1 min
330

સમય સાથે ઘણું બધું ફરે,

સમય સાથે કરવાનું સમાધાન છે

બદલતા સમયને સમજપૂર્વક સ્વીકારીને,

સમયને આપવાનું માન છે


ખુલ્લા આકાશ નીચે રાતે સહકુટુંબ

છત પર સુવાની મજા હતી કંઈક અલૌકિક

હવે બંધીયાર રૂમમાં પોતપોતાના

સોશીયલ મીડિયામાં લિપ્ત થઈને થવાય પરેશાન છે


ક્યારેક પ્રેમપત્રોની કેટલી

આતુરતાપૂર્વક જોવાતી હતી રાહ

બદલાતા સમયમાં હવે આવા

કેટલા સુકાઈ ગયા રસપાન છે


હવે છે દુનિયાભરની સુખ સુવિધાઓ

આંગળીના ટેરવા પર

પણ ખબર નથી પડતી, સુખ અને

શાંતિ કેમ ખેદાનમેદાન છે


હતી ક્યારેક સંયુક્ત કુટુંબમાં

રહેવાની ફકીરી ભરી જાહોજલાલી

વિભક્ત થતાં કુટુંબોમાં હવે

સંબંધોની દુનિયા સૂમસામ છે


જનરેશન ગેપનો અર્થ થાતો ક્યારેક

પેઢી દર પેઢી નું અંતર

હવે તો સગા ભાઈઓ વચ્ચેનો ફરક પણ

જનરેશન ગેપ સમાન છે


Rate this content
Log in

Similar gujarati poem from Classics