STORYMIRROR

ઇશ્ક પાલનપુરી

Drama Thriller Tragedy

3  

ઇશ્ક પાલનપુરી

Drama Thriller Tragedy

બધાં આંસુઓને વહાવીને જોશું

બધાં આંસુઓને વહાવીને જોશું

1 min
12.2K


નજરથી નજરને મિલાવીને જોશું,

હૃદયથી હૃદયને લગાવીને જોશું,


બધાયે રિવાજો ફગાવીને જોશું,

સનમને સનમથી બચાવીને જોશું,


હસાવીને જોશું મનાવી ને જોશું,

તમોને અમારા બનાવીને જોશું,


અમે માપવાને તળિયું નયનનું,

બધા આંસુઓને વહાવીને જોશું,


સુની રે પડી છે હવેલી અમારી,

છબીઓ તમારી સજાવીને જોશું,


સમય આવશેે ઇશ્કનો એક દિવસ,

નયનના ઇશારે નચાવી ને જોશું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama