Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ઇશ્ક પાલનપુરી

Others

5.0  

ઇશ્ક પાલનપુરી

Others

તો લખું

તો લખું

1 min
13.1K


ભીતરે વાંઝણું રણ મળે તો લખું,

ને હરણ ઝાંઝવાને છળે તો લખું.

એમનું એ સ્મરણ શ્વાસમાં ઓગળે,

આ હ્રદય કોઈ દિ’ ખળભળે તો લખું.

આજ મારી ગઝલ સાંભળીને પછી,

દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખું.

આપણે અર્થને પામવા ક્યાં હતાં ?

રક્તમાં શબ્દ તારા ભળે તો લખું.

જિંદગી ઝેર જેવી બની ગઈ હવે,

વેદના સર્પ થઈ સળવળે તો લખું.

‘ઇશ્ક’તું બે ફિકર બોલજે આ ગઝલ,

આ બધા આજથી ટળવળે તો લખું.


Rate this content
Log in