STORYMIRROR

ઇશ્ક પાલનપુરી

Others

4  

ઇશ્ક પાલનપુરી

Others

સનમ સાચવે છે

સનમ સાચવે છે

1 min
192

ના વધુ સાચવે છે ના કમ સાચવે છે,

મહોબત તણોએ ભરમ સાચવે છે,


ગઝલ સાચવે છે નજમ સાચવે છે,

મને જાનથી વધુ સનમ સાચવે છે,


કરો વાત મારી તો ચીડાઈ જાશે,

હજુ પણ સ્વભાવ એ ગરમ સાચવે છે,


એ રીતે બધી યાદને સાચવી મે,

અહીં જેમ વિધવા રકમ સાચવે છે,


કહીને મને બેવફા વાતવાતે ,

એ વર્ષો પુરાણી રસમ સાચવે છે,


હતો જ્યાં હૃદયમાં સદા વાસ એનો,

હવે ‘ઇશ્ક’ દિલમાં જખમ સાચવે છે.


Rate this content
Log in