બાપુના સપનાનું ભારત
બાપુના સપનાનું ભારત
ચમકે ઘરના ચોક જેમ ઉજળી હોય પૂનમની રાત
પક્ષીઓ રોજ કરે કલરવ એવું મારા બાપુના સપનાનું ભારત,
સાગર-સરિતા કેરા જળમાં વહે પવિત્રતા અવિરત
દીસે' ચોખ્ખાઈ બૂંદે બૂંદે એવું મારા બાપુના સપનાનું ભારત,
ગોકુળ સમી શેરીઓ ને વનરાવન સરીખી વનરાઈ
હોય ફોરમ વસંત તણી એવું મારા બાપુના સપનાનું ભારત,
ઝરણાં જેવા નિર્મળ નીર રહે તળાવ ને સરોવરમાં
ચોખ્ખે ખોળે પંકજ જન્મે એવું મારા બાપુના સપનાનું ભારત,
પૂજા, પ્રાર્થના, દુવા કે હોય ભલે કોઈની ઈબાદત
રહે બની એકમેકના એવું મારા બાપુના સપનાનું ભારત,
આખા જગથી અનેરી મારી માતૃભૂમિની વિરાસત
ગગનમાં રવિની જેમ તેજે મારા બાપુના સપનાનું ભારત!
