અવહેલના
અવહેલના
અવગુણ તારી ન થાય અવહેલના
પરથમ આવી ઉભી કરે પહેલ ના
થાય હરદમ ગુંચ પામું ઉકેલ ના
અનુભવું અંતરે હૈયે તેની વેદના
તારી ઉપર જીત પામવી સહેલ ના
થામી લે હાથ મારો પાછો ઠેલ ના
પ્રયત્નો જારી આંખમિચૌલી ખેલના
નિરાશા દઈ જોજે કદી મુખ ફેર ના
ઈશ્વર મારા અવગુણ ઉરે ધર ના
તારી સહાય વિણ આ જીવન ના
