અવહેલના
અવહેલના
મોતને મુઠ્ઠીમાં રાખી,
પુત્ર હોય કે પુત્રીને,
જન્મ આપતી,
એ એક નારી જ છે.
રાત દિવસ ન જોતા,
પડે જરૂર તો અવિરત જાગતી,
ઉછેરતી પોતાના બાળકને એ,
એ એક નારી જ છે.
ઘરમાં બધાની ભાળ રાખતી,
ઓફીસની પણ સેવા બજાવતી,
એ સઘળું કામ કરતી હસતાં એ.
એ એક નારી જ છે.
રાજપાટનો ત્યાગ કરીને,
પતિ સેવાને માન આપીને,
વનના દુઃખોને સહેતી એ,
એ એક નારી જ છે.
ઝાંસીને બચાવવા માટે,
પોતીકા બાળને સાથે રાખીને,
ખૂબ લડી મર્દાનગીથીએ,
એ એક નારી જ છે.
પોતાના સો-સો પુત્રોને,
બ્રહ્મજ્ઞાન આપીને બ્રહ્મજ્ઞાની,
બનાવ્યા મદાલસાજીએ,
એ એક નારી જ છે.
સમય આવે ત્યારે,
ચંડ-મુંડ ને માર્યા ત્યારે,
દુષણો દૂર કરવા
બની મહાકાલી,
એ એક નારી જ છે.
ભલે હોય નર કે નારાયણી,
ભલે હોય શિવ કે શિવા,
તે બન્ને અધૂરા એકબીજા વિના,
શિવ હોય કે શક્તિ,
બંનેની જરૂર એટલીજ,
તો પછી કેમ અવહેલના સ્ત્રીનીજ ?
કેમ તે સાપનો ભારો કહેવાય ?
કેમ તેના જન્મ સમયે જલેબીજ
વહેચાય ?
કેમ તેની ભૃણહત્યા થાય ?
કેમ ? કેમ ? કેમ ?
