STORYMIRROR

Chirag Padhya

Classics Inspirational Tragedy

3  

Chirag Padhya

Classics Inspirational Tragedy

અટલજી ને શ્રદ્ધાંજલિ

અટલજી ને શ્રદ્ધાંજલિ

1 min
14.1K


અટલ હતાં ઈરાદા હવે એ તારો નથી રહ્યો,

રાજનીતિમાં શ્રેષ્ઠ એવો સિતારો નથી રહ્યો,


નેતા સાથે કવિત્વનું અદભુત હતું સમન્વય,

ભારતનો રતન સમો હવે દુલારો નથી રહ્યો,


બુઝાઈ ગયો ચિરાગ ગગનમાં જઇ પ્રગટશે,

દેશનો પ્રેરણાસ્ત્રોત રુપી સહારો નથી રહ્યો,


જીવન પણ અટલ હતું મોત પણ અટલ રહ્યું,

થઈ ઓજસ્વી વિદાય, સૌનો પ્યારો નથી રહ્યો,


નથી રહયાં હયાત ભલે હૃદયમાં રહેશો જીવંત,

અટલ અડગ નેતા આજે અમારો નથી રહ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics