અસ્તિત્વનો અરીસો
અસ્તિત્વનો અરીસો
શાંત ચિત્તે બેસી આમ શમણાં જોવા સહેલા પડે,
સ્ત્રી બની શમણાંની શોધમાં ફાંફાં મારી જોવો એટલે ખબર પડે!
મમતાની વાત કરવી સહેલી પડે,
પ્રસુતિની પીડા સહન કરો એટલે ખબર પડે!
સ્નેહના સાગરમાં ડુબકી લગાવીએ તો મઝા પડે,
પ્રેમની સાંકળ જયારે 'પોરીયા'ઓ તોડે ત્યારે ખબર પડે!
નિઃસ્વાર્થ સ્નેહના સથવારે 'માં' જીવ્યા કરે,
એ સ્નેહને ઠેસ પહોંચે ત્યારે, આંખના ખૂણા ભરાઈ આવે,
પાલવને પાથરી સુવાડે એ 'માં',
પાલવમાં મોઢું સંતાડે રડે ત્યારે આંતરડી કકડે, ને ત્યારે ખબર પડે!
સાહેબ,
બહુ અઘરું છે 'માં' શબ્દની ગરિમાને જાળવી રાખવું,
એના મહત્વને સમજી એના માન-સમ્માને જાળવી રાખીએ તો બહુ છે.