STORYMIRROR

Shraddha Vyas Shah

Romance

3  

Shraddha Vyas Shah

Romance

અષાઢ

અષાઢ

1 min
470

એની આંખોથી અષાઢ ટીપાં થઈ ચમકે,

એની છાલકે મન મારું મોહીત થઈ પલડે!


અપાર નીતરતા વર્ષા બુંદની શું કહીએ?

એના નીતરતા કેશઅંગ થઈને એ અવતરે!


ઈર્ષા કરું કે આ વર્ષાને કરું હું પ્રેમ?

ધીમાં વરસતા આ મેઘએ વરસાવ્યો સ્નેહ!


એનું મલકાવીને આછું શરમાવું

હું મારા મનને શીદને સમજાવું?


એ ભીંજાય વરસાદમાં!

ને હું સંપૂર્ણ એનામાં!


Rate this content
Log in

Similar gujarati poem from Romance