STORYMIRROR

mehul oza

Abstract Others

4  

mehul oza

Abstract Others

અરમાન

અરમાન

1 min
148

દિલના અરમાનો બધા હું સાચવીને રાખતો, 

કોઈ સમજે ના મને તો હું મને સમજાવતો, 


દર્દની ભાષા કહું તો કેટલાંયે ખુશ થશે, 

એ જ કારણથી જખમને હું બધેથી ઢાંકતો, 


એનો પડછાયો બનીને ચાલવાનું મન હતું, 

ને સફરમાં ચાલતો પણ ના કદી કંઈ પામતો, 


બાંકડે બેઠાં પછી હસતું હતું એ જોડકું, 

ત્યાં હવે હું એકલો જઈ જાતને ઓગાળતો, 


ફૂલ, ફોરમ ને બગીચો, સર્વ જે મારું હતું, 

રેતની ડમરી ઊડે ત્યાં હું ઝપટમાં આવતો, 


દોષ મારો કંઈ નથી, કિસ્મત જરા નબળી હતી, 

હસ્તરેખા ભૂંસવા હું હાથને લંબાવતો, 


સાદ પાડી એ મને પોકારતા મુજ નામથી, 

ને અચાનક જાગતા હું સ્વપ્ન મારા બાળતો, 


સ્વપ્ન કંઈ સાચા બધા પડતા નથી, ઓ જિંદગી, 

રાખમાં હું નામ લખતો ને અગનને ઠારતો, 


શીખ લીધી એટલી ઝરણું બની વ્હેતા રહો, 

માર્ગ વળતો જોઈને હું ચાલ મારી ઢાળતો, 


પ્રશ્ન કેવાં પૂછતો દર્પણ મને આખો દિવસ, 

સ્મિત સાથે હું જવાબો આપવાનું ટાળતો, 


મુક્ત છે એનું ગગન ને તારલાઓ સંગ છે, 

ચાંદને શું વેર છે 'મેહુલ' કહે કાં તાકતો ? 


Rate this content
Log in

More gujarati poem from mehul oza

Similar gujarati poem from Abstract