STORYMIRROR

mehul oza

Inspirational

4  

mehul oza

Inspirational

ઘર

ઘર

1 min
227

ઘરની અંદર હું જીવું ને મારી અંદર ઘર જીવે છે, 

હસતો જોઈ એ પણ હસતું, મારી ઊર્મિ ઘર બોલે છે, 


સ્વાગત કરતા દરવાજા ને બારીઓ કિલકાટ કરે છે, 

પગરવ મારા સાંભળતા ત્યાં ભેટી પડવા ઘર દોડે છે, 


એની પાસે હું શું માંગુ, પાણી કહું તો દૂધ ધરી દે, 

ઘરનાં ખભે હું ચાલુ ને મારે ખભે ઘર ચાલે છે, 


સંકટનાં વાદળ તું જોજે પાછા વળશે ઉદાસ થઈને, 

એક નહીં સઘળી દીવાલો મારા પહેલાં બાથ ભરે છે, 


સપનાના વાવેતર મારા, સોનાના સૂરજ જેવું છે, 

થાક બધો ઉતરે છે મારો, મારી સાથે ઘર પોઢે છે,


Rate this content
Log in

More gujarati poem from mehul oza

Similar gujarati poem from Inspirational