STORYMIRROR

mehul oza

Fantasy Inspirational

4  

mehul oza

Fantasy Inspirational

રસ્તા

રસ્તા

1 min
174

રસ્તા પાછળ રસ્તા દોડે, 

રસ્તા આગળ રસ્તા ખોલે. 


ફંટાઈને ચાલ્યા કરતા, 

રસ્તા પાછા રસ્તા જોડે. 


ચોક વચાળે વાતો કરતા, 

સાંજે પાછા વળતા ડોલે. 


થોભી જાઓ, જોખમ આગળ, 

શાણા થઇને રસ્તા રોકે. 


ડગલે ને પગલે સાંભળતા, 

રસ્તા બોલે બમબમ ભોલે. 


ઢાળ મળે તો ઢળતા જાશે, 

રસ્તાઓ સંગત ના છોડે. 


ક્હેશો તો નીચે લઇ જાશે, 

રસ્તાઓ પ્હોચાડે ટોચે. 


સીધા રસ્તે સીધા ચાલો, 

તો પગમાં ના કાંટા ભોંકે. 


પાર કરો રેખા આતુર થઇ, 

રસ્તાઓ તમને લ્યો પોંખે !


Rate this content
Log in

More gujarati poem from mehul oza

Similar gujarati poem from Fantasy