Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

અરજ

અરજ

1 min
471


આ શબ્દો નથી આ તો ભાવભરી એક પ્રાર્થના છે, અરજ છે,

ચૂકવી રહ્યો આમજ કેટલાયે જન્મોથી, બસ એવું કરજ છે !


તમામ સમયના એકમોથી આમ અમથું પર થઈ જવાનું,

સીધું જ સરળ થવું એક જ અરજમાં કેટલું સહજ છે !


સાત સૂરોની પારનું માણવું છે હવે સન્નાટાનું સંગીત મારે,

બે શબ્દોની વચ્ચે તમેય સાંભળો, એ તો શૂન્યની તરજ છે !


અરજના હક અદા કરૂં બે હાથ જોડી પરવરદિગારને,

નથી માંગ કોઈ, તોયે આપીને કહે કે એ તો ફરજ છે !


દિપક સમ ઝળહળે વજૂદ મારૂં રોશની થઈ રાતની,

સમગ્ર સૃષ્ટિની અરજમાં જે સળગે નામ એનું સૂરજ છે !


જડીબુટ્ટી છે મનનાં તમામ રોગની કે કરી લે સમાધાન,

વિવાદોથી પર રહેવું વિવેક જાળવી,એ જ સાચી સમજ છે !


દર્દનું ઝેર પીને મળે "પરમ" જીવન પ્રેમમાં તો ભાગ્ય સમજ,

"પાગલ" મરજ થઈ જા દર્દમાં, બસ અંતે એટલી જ અરજ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational