STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

અરે હું ક્યાં કહું છું

અરે હું ક્યાં કહું છું

1 min
335

અરે હું ક્યાં જાણું છું તમને તમે આવો એ જ આવકાર છે

અરે હું ક્યાં ઓળખું છું તમને તમે મળો એ જ મુલાકાત છે


અરે હું ક્યાં યાદ કરું છું તમે મળો એ જ અહેસાસ છે

અરે હું ક્યાં આવું છું તમે આવો એ જ ઘણું છે


અરે હું ક્યાં રહુ છું તમે રાખો એ જ ઘણું છે

અરે હું ક્યાં આપુ છું તમે સ્વીકારો એ જ સાચું છે


અરે હું ક્યાં માનુ છું તમે સમય આપો એ જ ક્ષણ છે 

અરે હું ક્યાં રાખું છું તમે સાચવો એ જ આશ છે


અરે હું ક્યાં જીવું છું તમે જીવાડો એ જ જીવન છે

અરે હું ક્યાં જાણું છું તમને તમે આવો એ જ આવકાર છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance