STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Inspirational

3  

Dharmik Parmar 'Dharmad'

Inspirational

અપરાધ

અપરાધ

1 min
349

એ ગુલાબી ગાલવાળી, ફૂલ જેવી કોમળ લાગતી -

હજૂ માંડ સોળમું વટાવીને ચહેરા પર પતંગિયા ઉપજાવતી...

કળીને કો'ક ભમરો ક્યારનો'ય તાક્યા કરે છે !!


એ માળી હોઈ શકે ??

ના...જો માળી હોય તો પાણી પીવડાવી ચાલ્યો જાય..


એ કોઈ ફૂલનો ચાહક હોઈ શકે ?

જો એમ જ હોય તો એ ફૂલને તોડી ન જાય...


હાં, એ કોઈ નરાધમ હોઈ શકે !

એક માસૂમ, રૂપાળી છોકરીને જોઈ કદાચ એની વાસના જાગી હોય ?

પણ...જો એમ વિચારું તો એ કળીને વ્હાલ થોડું કરે ?


સવારે બાલ્કનીમાંથી ઝૂલાના હિલ્લોળે, ચા સાથે વર્તમાનપત્રમાં ડોકિયું કરતાં એ કળી વિશે વિચારતા વિચારતા ચા ઠંડી થઈ જાય એ હવે મારો રોજનો ક્રમ બની ગયો છે !!


ઓચિંતા એ કળી ગાયબ જ થઈ ગઈ !

અને પેલો માણસ....

          ના, માણસ નહીં ; 

    નરાધમ ?

       અપરાધી ?

          માળી ? એ પણ ગાયબ !

 

આજે લાંબા સમય પછી-


સામેની અંધારી ઝૂંપડીમાં હવે કંઈક પ્રકાશ ઝળહળે છે...

એ કળી હવે સાવ ખૂલી ગઈ છે !


'ઈન્જીનીઅર'ના સ્વરૂપે !


હવે સમજાયું, કદાચ પેલ્લો માણસ કોઈ માસ્તર હોઈ શકે...

એણે જ આ ગરીબ દીકરીને ભણાવી હોય ?


એણે આંખમાં પૂરેલ સ્વપ્નશીલ કળી હવે સાકાર થઈ ગઈ છે !


વર્તમાનપત્રની હેડલાઈન -

   ' એક સેવાભાવી માસ્તરે એક ગરીબ દીકરીને પોતાની આંખમાં સ્વપ્ન સહિત કેદ કરી ભણાવી અને આજે એ દીકરી બની ઈન્જીન્યીઅર '


  હું'ય હવે વર્તમાનપત્રમાં પાછો ગરકાવ થયો છું ....

     એક સ્માઈલ સાથે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational