Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Drama Tragedy

3  

અનિરૂધસિંહજી ઝાલા

Drama Tragedy

અંતરમાં વરસે યાદોનાં મેઘ

અંતરમાં વરસે યાદોનાં મેઘ

1 min
128


વિરહની વેદના આ સહેતો ચૂપ રહ્યો છું હું,

ખુશી કાજે તારી તડપતો જો દૂર રહ્યો છું હું,

ભલે ન મળે તું આ જનમે તો ફરિયાદ શેની 

જોઈ ખુશ તને હૃદયથી મલકાઈ રહ્યો છું હું.

    

વરસતાં મેઘ જોઈ ભીતર વરસી રહ્યો હું 

મધુર યાદોમાં આ તારી જાણે પલળી રહ્યો હું,

દૂર હોવા છતાંય તું લાગે ન જરીય દૂર મને 

બંધ આંખે પણ તને જ સમીપે જોઈ રહ્યો હું.


નેહ છલકતાં નેણ લાગે સ્નેહનો વરસાદ 

હરપળ બુંદ વરસાદની અપાવે છે યાદ 

દૂર રહે તોય કરે સદા મુજ હૈયામાં નિવાસ 

ભીની માટીની સુગંધ લઈને આવે તારી સુવાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama