અનોખી પહેલ
અનોખી પહેલ
રામાયણમાં રહીમ અને કુરાનમાં કૃષ્ણને રાખી જોઈએ,
ચાલ ને એક ઈબાદત એવી પણ કરી જોઈએ.
પ્રેમ ક્યાં જોવે છે નાત કે જાત,
ચાલને અદ્રશ્ય શક્તિને પ્રેમ કરી જોઈએ.
આરતી કરી લે આજે તું મસ્જિદમાં અને
મંદિરમાં આયાત હું પઢી લઉં બે ચાર,
ચાલને બંદગી એક આવી પણ કરી જોઈએ.
વહે છે રક્ત એક સરખું જ સહુમાં,
તો શેનો છે આ વિવાદ ?
હૃદય સરસા ચાંપીને એકબીજાને,
ચાલને ઈદ ને દિવાળી ઉજવી જોઈએ.
મૂકી દે વાત હવે તારાને મારા ધર્મની,
ચાલને આપણે એક બનીને નવી પહેલ કરી જોઈએ.
