Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

અનોખા પર્વત

અનોખા પર્વત

1 min
156


આંધી આવે તોફાન આવે ના ડગે મેરુ

સહુને એ શરણ આપે અડગ રહે મેરુ,


પર્વતની શરણમાં આરાધના કરે તપસ્વીઓ

ઈશ્વરની પ્રાપ્તિમાં તપશ્ચર્યા કરે તપસ્વીઓ,


શરણ માંગે મુક્તિ માંગે ભૂલોની તપશ્ચર્યા કરે

ના સ્વર્ગની ઈચ્છા ભક્તિ ભાવમાં લીન રહે તપસ્વીઓ,


એવા પર્વતોની રક્ષા કરો, કુદરતનું જતન કરો

નહિતર પ્રદૂષણથી ખત્મ થશે નાશ થશે જંગલો,


આશરો આપનાર પર્વતમાળા આપે છે જડીબુટ્ટીઓ 

નદી નાળા સરોવરથી ખીલે વન અને વિચરણ કરે પશુઓ,


આંધી આવે તોફાન આવે ના ડગે પર્વતમાળા 

સહુને એ શરણ આપે અડગ રહે પર્વતમાળા,


ખળખળ વહેતા નદીનાળા કુદરતનું એક નજરાણું

નમન કરવાનું મન થાય ધન્યવાદ માનું સર્જનહારનું,


ઈશ્વરની આ સૃષ્ટિમાં અનોખા આ પર્વતમાળા 

જીવસૃષ્ટિને જીવતદાન આપનાર આ પર્વતમાળા,


આંધી આવે તોફાન આવે ના ડગે મેરુ

સહુને એ શરણ આપે અડગ રહે મેરુ.


Rate this content
Log in