STORYMIRROR

Kaushik Dave

Abstract Drama Others

3  

Kaushik Dave

Abstract Drama Others

અનંત

અનંત

1 min
111

તું કરે છે અનંતની વાત

આપણી તો શરૂઆતની વાત,


નથી પકડવી અનંતની રાહ 

નથી જોવી હવે કોઈની રાહ,


દુનિયા એની રાહ પર ચાલતી રહે

અનંતની રાહ ક્યાં સુધી રહે !


જીવનમાં તકલીફો તો આવ્યા કરે

સહન કરવું, સુખ દુઃખ તો આવ્યા કરે,


નિરાશા ખંખેરીને આપણે જીવીએ

અનંત સુખની રાહ ના જોઈએ,


કહ્યું છે કે મહીં પડ્યા એ મહાસુખ માણે

તો પછી અનંતની વાટની કેમ ઈચ્છા કરે !


કહે છે કે સ્વર્ગ નરક ધરતી પર જ છે

અનંત જન્નતની ઈચ્છા કેમ કર્યા કરે !


પોતાના કરેલા કર્મો પોતે જ ભોગવશે,

બીજાના કર્મોની કેમ ટીકાઓ જ કરશે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract