અનેકો રૂપા નારી
અનેકો રૂપા નારી
સર્જનહારની માયા નારી અનેકો રૂપા,
દેહ એક કાર્ય કલાપ જુદા જુદા,
દિકરી રૂપ બાપની આબરુની દુવા,
બહેન બની ભાઈની જીવન ખેવના,
પત્ની થઈ પતિ સંઘર્ષ સાથ દેવાં,
માતા બની પોષણ બાળકનું ખેવના,
જીવન સાગરે અથાગ થઈ ઝઝુમતી,
નવલાં રૂપ ધરી ભવ સાગર ખેડતી,
ઘર સંસાર વ્યવસાય એક સંભાળ,
"રાહી" એકલ પંડે કરતી સૌવની સંભાળ.
