STORYMIRROR

Nilesh Bagthriya

Inspirational

4  

Nilesh Bagthriya

Inspirational

અંદર સારવાર છે.

અંદર સારવાર છે.

1 min
305

સત્ય અહીં એકલું અટુલુ

જૂઠની જુઓ ભરમાર છે.


સહેવાનું ચોક્કસ શીખવું

યાતના જગે પારાવાર છે.


ઓળખી ન શકો માણસને

મોહરા ચહેરે વારંવાર છે.


વાત ખોટી તોય અસરદાર

સજાવેલી ભારોભાર છે.


સંસ્કારને શોધો નહીં ઘરે

દાદા-દાદી બારોબાર છે.


સમસ્યાઓ ચોક્કસ ઘટશે

ઉતરો અંદર સારવાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational