અમસ્તા અમસ્તા
અમસ્તા અમસ્તા
મળી જાય કારણ અમસ્તા અમસ્તા,
નકારો નહીં ગણ અમસ્તા અમસ્તા,
વચન આપવાનું જરૂરી ન લાગ્યું ?
કદી કાઢ તારણ અમસ્તા અમસ્તા,
હવે ફેંસલો કર વિચારીને આગળ,
પછી નાખજે ચણ અમસ્તા અમસ્તા,
મહેંકી ઊઠે બાગ ફોરમ થકી ત્યાં,
છલોછલ હશે જણ અમસ્તા અમસ્તા,
હવે દાન દેખાવ માટે જ કરશે ?
કદી આપને કણ અમસ્તા અમસ્તા,
અહંકાર તારો નડે કાયમી તો,
અહંકારને હણ અમસ્તા અમસ્તા,
લખી કાઢવો એકડો છે સહેલો,
અહીંયા ફરી ભણ અમસ્તા અમસ્તા.
