અમે યાદ આવીશું
અમે યાદ આવીશું
હશે કોઈ એવી યાદો કે એમાં અમે યાદ આવીશું
હશે બે ચાર એવા કિસ્સા કે જેમાં
હોઠો પર મુસ્કાન બનીને આવીશું
નથી અમારામાં એવું કંઈ કે
છવાઈ જઈએ તમારા દિલો દિમાગ પર
પણ હશે એકાદ એવી પળ કે
જેમાં આખી જીંદગી અમે યાદ આવીશું

