અમે તો થઈ ગયાં ધનવાન
અમે તો થઈ ગયાં ધનવાન


કર્યું મે હૃદયને કિનારે ખોદકામ
ગેરસમજની રેતી કરી દૂર,
મોંઘેરા મને રત્નો મળ્યાં
સહકાર હૂંફ કેરા હીરા મળ્યાં,
મહોબ્બતનાં મોંઘા મોતી મળ્યાંં
સાથના સોનેરી સિક્કા મળ્યાં.
દરકારનો દાગીનો મળ્યો.
હૂંફનું હેમ મળ્યું
પ્રેમનો પન્ના મળ્યો
જતનના મળ્યાં ઝવેરાત..
નેહના મળ્યાં નીલમ
હેતના હીરા મળ્યાં
પ્રીતનાં મળ્યાં પોખરાજ
હતા અમે સાવ નિર્ધન,
પણ સ્વજનના પ્રેમની દોલત મળી
અમે તો થઈ ગયા ધનવાન.