અમે નિશાળિયા રે
અમે નિશાળિયા રે
અમે નિશાળિયા રે સુલતાનપુર સ્કૂલના (2)
ભણી ગણી આગળ વધીએ નિશાળિયા રે,
સુલતાનપુર સ્કૂલના,
છોડવાને પાણી આપી વૃક્ષ બનાવીએ,
કચરો વીણીને અમે સુંદરતા રાખીએ,
સંસ્કાર સિંચન કરનારા નિશાળિયા રે,
સુલતાનપુર સ્કૂલના,
પ્રાર્થના કરીને અમે પ્રેમાળ બનીએ
હળીમળીને અમે સાથે સૌ રહીએ
શિક્ષણના દ્વાર ખોલનારા નિશાળિયા રે,
સુલતાનપુર સ્કૂલના,
એકડો શીખીને અમે આગળ વધીએ,
શબ્દો વાંચીને અમે સાહસી બનીએ,
શાળામાં શિસ્ત શીખનારા નિશાળિયા રે,
સુલતાનપુર સ્કૂલના,
રમતો રમીને અમે રમતવીર બનીએ,
યોગ કરીને અમે અંગો સાચવીએ,
શરીરને સ્વચ્છ રાખનારા નિશાળિયા રે,
સુલતાનપુર સ્કૂલના,
શાળાની શોભા માટે હંમેશા તૈયાર છીએ,
સાથે મળીને સૌ કાર્યો અમે કરીશું
સુલતાનપુર શાળાનું નામ ગુંજવનારા નિશાળિયા રે.
