અમે બાળકો
અમે બાળકો
અમે બાળકો આશાની ક્યારી છીએ
અમે બાળકો ફૂલડાંની વાડી છીએ,
રોજ અમે અનેરા સપના લઈ
આવી એ છીએ ઈશ્વર પાસે જઈ,
અમે છીએ પ્રેમના સાગર
અમારી સાથે કોઈ ના આવે આગળ,
અમે છીએ પ્રેમના પુષ્પો
અમારી સૌરભ લે છે માણસો,
અમે છીએ દેશનું ગૌરવ
એકતાની વાત અને સાથે ગાતા,
એ છે અમારો દેશ મહાન
જાણે છે એ સૌ સમાન.
