સમેટાયેલી યાદો
સમેટાયેલી યાદો


શું વિસાત આ સમયની ને,
એ પ્રેમભરી સમેટાયેલી યાદોની,
એક ગામડાનું કાચું એ ઘર,
એમાં મારો થયો તો જન્મ,
એમાં સહુ રહેતાં અમે સંગ,
નાનકડું ચોગાનને આંગણું,
બાજુમાં રમવાનું એ મેદાન,
હતી એ સુંદર નાની જગ્યા,
બસ એને બનાવ્યું તું રમતનું ઘર,
હું શીખી ત્યાં પાપા પગલી કરતાં,
કાલીઘેલી વાણીએ બોલતી,
ગુંજતો એ માનો ટહુકાર મીઠો.
નાનો પણ અહેસાસ પ્યારો,
નાણાં નહોતાં ઝાઝાં ઘરમાં,
બહું સંતોષની ખુશી છલકતી.
સાથે મળીને જ ભોજન કરતાં,
કદી ન વિસરાય એ મધુર દિન,
બસ હવે વ્હાણા વીત્યાં ને હવે,
પ્યારૂ ઘર એ મહેકતું યાદોનું,
લાગણીઓથી રેલમછેલ થયું !