એ આયો... એ.... આયો,
એ આયો... એ.... આયો,

1 min

480
એ આયો... એ... આયો,
લાલ આયો... લીલો આયો,
એમ બૂમો પાડતા જાય,
નાના મોટા પતંગ પાછળ,
આનંદ લૂંટવા જાય,
ચાંદો... આયો... પૂંછડિયો આયો,
ભાર... દોરી... સાથે આયો,
એમ ઝંડા ઊંચા થાય,
રસ્તા ઉપર દોડે તો,
વાહન ભટકાય જાય,
ચીલ આયી... ઢાલ... આયો,
રંગ મજાના,, આભે લાયો,
એમ હૈયે હરખ ના માય,
નાના મોટા દોરી વીંટતા,
સહુ તલસાંકળી ખાય,
નાચો ગાઓ... પતંગ ચગાઓ,
આજુ -બાજુ,, ધ્યાન લગાઓ,
એમ ખ્યાલ,, રાખો મનમાંય,
દાન કરો ને પુણ્ય કમાઓ,
ગાઓ મકરસંક્રાતિનો મહિમાય.