STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Children Stories Others

3  

Ashuman Sai Yogi Ravaldev

Children Stories Others

મોટેરા માન

મોટેરા માન

1 min
168

થઉં દુઃખી તો મને એ બાળપણ હસાવે,

ને લાખ સંબંધો તોય, જગ એકલો રડાવે,


ઉતારી ચાંદને રોજ હથેળી પર રમાડતો,

સાત રંગોની આંકળીઓ દિવાલે રંગતો,


પપ્પાનાં બુટમાં દુનિયા આખી હું ફરતો,

માડીના પાલવે રોજ પાવલી હું ગોતતો,


સંતાકુકડીમાં ભેરુ સંગ સાચું હું સંતાતો,

ગિલ્લીડંડાથી ઠેઠ આખું ગામ હું માપતો,


રહી છે વેદના ને રહ્યા છે ઠાલા એ આસું,

મોટેરા માનમાં કેમ આયખું હવે વિતાવશું.


સામગ્રીને રેટ આપો
લોગિન