STORYMIRROR

BINAL PATEL

Children Stories Others

3  

BINAL PATEL

Children Stories Others

સોનેરી સપના

સોનેરી સપના

1 min
152

જૂની યાદોના પોટલાં આજે ખૂલ્યા,

વેંત જેટલા મોજાને સપના જરીક મોટા,


જૂના દફતરની એ ફાટેલી સિલાઈ, 

પૂંઠા વળી ગયેલા એ ચોપડા,


શાળામાંથી મળેલી એ,

ઓછા-વધારે માર્ક્સ વળી માર્કશીટ,


મમ્મી-પપ્પાના થોડા મીઠા ને થોડા કડવા ઠપકા,

સમય સાથે મોટા થતા ભાઈ-બહેનનો સંગાથ,

બધું આમ બંધ ડબ્બામાંથી મળ્યું,


આજે પચીસ વર્ષ સુધીની દરેક યાદીના ખજાના,

અંતરમનના ઓરડામાંથી મળ્યા,


‘બાળપણ’ની એ બધી જ જૂની યાદોના,

આજ મને એંધાણ મળ્યા.


Rate this content
Log in