Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Children Stories Others

3  

Alpa Vasa

Children Stories Others

ખોવાયેલું બાળપણ

ખોવાયેલું બાળપણ

1 min
204


વીતી ગયેલો સમય ગોતું છું,

ખોવાયેલું બાળપણ ગોતું  છું,


ખબર નથી મને, મને શું ગમે,

લોકોના ગમા - અણગમા ગોતું છું,


એ કાલી - ધેલી કુમળી ક્ષણોને ,

વોટ્સ અપ - ફેસ બુકમાં ગોતું છું,


આજને કરી આંખ આડા કાન,

રોજ આવતી કાલને ગોતું છું,


ભૂલી હેમ - દોસ્તીના  ધબકાર, 

પિત્તળ સંબંધના રણકાર ગોતું છું,


ઓઢી ભર બપોરનો છાંયડો,

સમી સાંજે નો તડકો ગોતું છું,


તારું - મારું જ્યાં સહીયારું હતું,

એ દોસ્તના ખભે શાતા ગોતું છું,


વ્યવહાર નહીં સ્વભાવ ગોતું છું,

દાવપેચ વિનાનું ખડખડાટ હાસ્ય ગોતું છું.


Rate this content
Log in