શાળાએ જઈએ
શાળાએ જઈએ
1 min
474
ઘરથી નીકળી શાળાએ જતાં,
મા-બાપને નમન કરીએ,
શાળામાં જઈ ભણતા પહેલાં,
ગુરુજીને વંદન કરીએ,
બે કર જોડી મા શારદાની,
શાંતિથી પ્રાર્થના કરીએ,
પછી લાઈનસર રૂમમાં જઈને,
અભ્યાસમાં જ ધ્યાન ધરીએ,
રિસેસનાં સમયમાં નાસ્તો કરી,
થોડી વાર આરામ કરીએ,
શાળામાં શિખેલ પાઠનું,
ઘરે જઈ ચિંતન કરીએ.