STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Children Stories

3  

Prashant Subhashchandra Salunke

Children Stories

ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ

ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ

1 min
376

ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ,

ફૂલ તમે ઉતારા કરતલ જાવ,

ડોલરિયા ફૂલ ઘણાં રે લોલ,

ઉતારા કરશું બે ઘડી રે લોલ,

માડી મારે માથે પઠાણુંના વેર,

કે લશકર વિંયા ગિયાં રે લોલ,


ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ,

ફૂલ તમે દાતણિયાં કરતા જાવ,

ડોલરિયા ફૂલ ઘણાં રે લોલ,

દાતણ કરશું બે ઘડી રે લોલ,

માડી મારે માથે પઠાણુંના વેર,

કે લશકર વિંયા ગિયાં રે લોલ,


ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ,

ફૂલ તમે નાવણ કરતા જાવ,

ડોલરિયા ફૂલ ઘણાં રે લોલ,

નાવણ કરશું બે ઘડી રે લોલ,

માડી મારે માથે પઠાણુંના વેર,

કે લશકર વિંયા ગિયાં રે લોલ,


ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ,

ફૂલ તમે ભોજનિયા કરતા જાવ,

ડોલરિયા ફૂલ ઘણાં રે લોલ,

ભોજન કરશું બે ઘડી રે લોલ,

માડી મારે માથે પઠાણુંના વેર,

કે લશકર વિંયા ગિયાં રે લોલ,


ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ..

ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ..


Rate this content
Log in