બાળક
બાળક
1 min
221
માસૂમિયત અને ભોળપણ એ બાળપણનું ઘરેણું છે,
એ છે તો તારા ઘરનું આંગણ, સુંદરને સુનેહરુ છે.
એની કાલીઘેલી બોલી લાગે હો જાણે મંદિરની આરતી,
મારા બાળકનું રૂપ તો અદ્દલ ઈશ્વર જેવું જ ધેલુ છે.
હો ગરીબનું કે હો એ તવંગરનું, એ નિર્દોષ છે ભોળું,
એ ગમશે જ તમને ભલે એ કપડેથી ગમે તેટલું મેલું છે.